Vijay Shah

Vijay Shah మాతృభారతి ధృవీకరణ

@vijaydshah09gmailcom

(4k)

Vadodara

225

297.8k

779.1k

మీ గురించి

વિજય શાહ- પરિચય ગુજરાતી સાહિત્યમાં લેખન ૧૯૬૪ થી પણ ખરી જાગરૂકતા ૧૯૭૭ પછી...જ્યારે પહેલો કાવ્ય સંગ્રહ “હું એટલે તમે“ મોટીબેન પ્રતિભાએ સરપ્રાઇઝ માં આપ્યો. તેજ સમયે કલકત્તાથી આવેલ મિત્ર શરદ શાહે ડાયરીની ભેટ આપી અને કહ્યું લખાણો અસ્ત વ્યસ્ત નહીં અમાં જ લખવાના , સુધારવાના કે મઠારવાના.. જે શોખ તરીકે વિકસ્યો. ટૂંકી વાર્તાઓ તે સમયે ચાંદની, સંદેશ અને આરામ, અખંડ આનંદ અને સમર્પણ જેવા મેગેઝીનોમાં આવતી અને શ્રી બી.જે ભણસાલી અને લલિત શાસ્ત્રીએ રેડીયો સ્ટેશન ના યુવા જગતનાં કાર્યક્રમો માં અને હસમુખ બારાડી એ ત્રિભેટે નામની નાટય શ્રેણીમાં વેરા આંતરા વિશેનું નાટક ભજવ્યું.૧૯૮૩માં પહેલો વાર્તા સંગ્રહ “અમે પથ્થરનાં મોર કેમ બોલીએ” પ્રસિધ્ધ થયો અને કલમે ગદ્ય અને પદ્યનાં બંને ક્ષેત્રે કવાયતો શરુ કરી. પ્રથમ નવલકથા “ આંસુડે ચિતર્યા ગગન” ૧૯૮૪માં લખી .પછી નવલકથા “પત્તાનો મહેલ” ૧૯૮૫માં લખાઇ.. અમેરિકા આવ્યા પછી “માતૃભાષાનું દેવુ” નિબંધ લખતા થયું કે માતૃભાષાનો મારા વિકાસ ઉપર અઢળક ઋણ છે તેથી તે ફેડવાનાં પ્રયત્નો શરુ કર્યા.. ૧૯૯૮માં “સાહિત્ય પરિચય” નામે ગુજરાતી સમાજ હ્યુસ્ટનનાં નેજા હેઠળ દર્પણ મુખપત્રમાં લખતા લેખકો સાથે મહિને એક્વાર મળવાન