మీ గురించి
નર્મદાબેન તથા પુરૂષોતમભાઈનો હું પુત્ર છું. ભાવનગર વતન છે. ૩૦ વર્ષથી રાજકોટને કર્મભૂમિ બનાવી છે. સાડાચાર દાયકાથી લેખન કાર્ય કરું છું. સંપાદન અને કટાર લેખન પણ કરી રહ્યો છું.
‘શ્વાસ’, ‘કોરો કેનવાસ’, ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (વાર્તા સંગ્રહો), ‘નિબંધ વિહાર’, ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધ સંગ્રહો), ‘ખિલખિલાટ’ (શિશુકથા), ‘Yes We Can do’ (કિશોર બોધકથા), ‘અક્ષરોમાં આલ્બમ’, સંસ્કૃતિના પ્રહરીઓ (વ્યક્તિચિત્રો), ‘મારામાં શિક્ષક જીવે છે’ (આત્મકથા), ‘અવતરણ મધુ’ (દ્રષ્ટાંતો), ‘હું માનવી માનવ થાઉ તો ઘણું’ (પ્રેરક વિચારો), ‘વિદ્યાર્થીઓ મારી FD છે’ (પ્રેરક પ્રસંગો) ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘મુક્ત કાવ્ય સંગ્રહ’, ’પિતા તે પિતા’, ‘દીકરો ઘૂઘવતો સાગર’ અને ‘સંચાલનકળા’ જેવા પુસ્તકો હવે પ્રગટ થશે.
અભિવ્યક્ત (અમદાવાદ), લીઓ ક્લબ (ધ્રાંગધ્રા), ધૂમકેતુ નાટ્ય સંસ્થા (જામનગર) અને શિશુવિહાર, (ભાવનગર) બુધસભાથી સન્માનિત અનેક પારિતોષિકો પણ મળ્યા છે.
હું આકાશવાણી રાજકોટનો વરિષ્ઠ વાર્તા લેખક છું. પંદર નાટકોમાં અભિનય-દિગ્દર્શન (૧૯૭૫ થી ૧૯૮૭) જૈન સોશ્યલ ગૃપ, કસ્ટમ વિભાગ, આકાશવાણી, રાજકોટ તેમજ સી.એ. ફાઉન્ડેશન, અમદાવ