Parul H Khakhar

Parul H Khakhar మాతృభారతి ధృవీకరణ

@parulkhakhargmailcom

(678)

Amreli (Gujrat)

29

44k

143.9k

మీ గురించి

હું પારુલ ખખ્ખર, અમરેલીની રહેવાસી. ઘર ,પરિવારને સંભાળતા સંભાળતા લેખનકાર્ય કરું છું.લખવાનો શોખ તો નાનપણથી જ પરંતુ છેલ્લા પાંચ વર્ષથી લેખનકાર્યને ગંભીરતાથી અપનાવ્યું છે. કવિતા એ મારો પહેલો પ્રેમ છે. ગીત,ગઝલ,અછાંદસ વગેરે કાવ્યપ્રકારો પર કામ કર્યુ છે.એ સિવાય આર્ટીકલ્સ લખું છું. મુશાયરાઓમાં કાવ્યપઠન કરું છું. રેડીઓ પર કોમેન્ટ્રી પણ આપી શકું છું.ફિલ્મ રીવ્યુ લખવાની પણ કોશીશ કરી છે. ૨૦૧૨ મા એક સહિયારો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો છે. એ ઉપરાંત ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય સામયિકોમાં, અખબારોમાં મારી કવિતાઓ અને લેખો છપાય છે. અનેક વેબસાઇટ્સ પર મારા કાવ્યો પ્રકાશિત થાય છે. ગુજરાતી ઉપરાંત હિન્દી-ઉર્દુમાં ભાષામાં પણ ગઝલો, નઝ્મો લખું છું. પુરેપુરી આધ્યાત્મિક છું. ઇશ્વર પર અપાર શ્રદ્ધા ધરાવું છું અને તેથી જ વારંવાર કહું છુ કે ઇશ્વરે જ મને નિમિત બનાવીને ગુજરાતી તથા હિન્દી ભાષાની સેવા કરવા મોકલી છે. મારી જાત માટે હું ઇશ્વરની આભારી છું અને તેથી જ કહું છું. 'હું ઇશ્વરનું સર્વશ્રેષ્ઠ સંતાન છું.' મિત્રો...આપ મારા બ્લોગ પર અથવા ઇમેઇલથી મારો સંપર્ક કરી શકો છો. આપના પ્રતિભાવો મારા માટે કિંમતી છે અસ્તુ ---પારુલ ખખ્ખર

    నవలలు అందుబాటులో లేవు

    నవలలు అందుబాటులో లేవు