Parakh Bhatt

Parakh Bhatt మాతృభారతి ధృవీకరణ

@parakhbhatt9433

(335)

25

63.7k

168.7k

మీ గురించి

સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર, ગરૂડ મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ આ કાચી વયમાં આપણી મહાન સંસ્કૃતિનાં ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે! હકીકત એ છે કે ઈન્ડિયન માયથોલોજીને આપણે જાતે જ મિથ (માન્યતા)નું સ્વરૂપ આપી દીધું છે. ધર્મ અને વિજ્ઞાનનાં સમન્વય એવાં આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવાં બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે.