The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@gunvantshah5248
35
63k
216.2k
ગુજરાતના જાણીતા, માનીતા અને ચહીતા લેખક ગુણવંત શાહ મૂળ રાંદેરના વતની એવા ગુણવંત શાહ ગુજરાતના જાણીતા, માનીતા અને ચહીતા લેખક છે. ગુજરાતની પ્રજાનો માતબર પ્રેમ અને આદર મેળવનાર ગુણવંત શાહ ગુજરાતી સાહિત્યનો લીલોછમ ટહુકો છે. ગુણવંત શાહ વિષે મોરારી બાપુ કહે છે: "હું લોકશિક્ષક છું અને ગુણવંતભાઈ શ્લોકશિક્ષક. તેઓ વિચાર યજ્ઞના આચાર્ય છે." એમના હૃદયની ભીનાશ એમની કલમ દ્વારા લાખો વાચકોના હૃદયમાં પ્રસરે છે. તેઓ કોઈનીય શેહશર કે કશોય ગાંઠોગળફો રાખ્યા સિવાય પોતાને જે સત્ય લાગે એ લખે છે. ગુણવંત શાહના વિષયોના વૈવિધ્ય, આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. ગુજરાતની પ્રજાને દિવ્યભાસ્કર દ્વારા 'વિચારોના વૃન્દાવનમાં ' એમની સાથે વિહરવાનું ગમે છે. ચિત્રલેખા માં પ્રસિદ્ધ કોલમ ‘કાર્ડિયોગ્રામ’ દ્વારા તેઓ સમાજ નો કાર્ડીઓગ્રામ ચીતરે છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે કરેલા પ્રદાન બદલ એમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. એમણે પુરા દસ વર્ષ સુધી ગુજરાતના યુવાનો માટે પંચશીલ આંદોલન ચલાવ્યું હતું. એ દશકા દરમ્યાન એમણે અનેક પદયાત્રાઓ કરીને ગુજરાતના યૌવનને નવો રાહ બતાવ્યો હતો.. ગુજરાતી સાહિત્યમાં તેમણે કરેલા પ્રદાન બદલ એમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. ૨૦૧૦ માં એમણે નરસિંહથી નર્મદ એટલેકે જૂનાગઢથી સુરત સુધીની ગુજરાતવ્યાપી માતૃભાષા વંદના યાત્રાનું સુંદર આયોજન કર્યું હતું, જેને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.. રઘુવીર ચૌધરી એમને બિરદાવતા કહે છેકે "મોરારીબાપુ પછીના ક્રમે ગુજરાતના લોકો ગુણવંત શાહને સૌથી વધુ પ્રેમથી સાંભળે છે." રામાયણ પરનું એમનું ભાષ્ય 'રામાયણ: માનવતાનું મહાકાવ્ય' હિન્દીમાં અનુવાદ પામ્યું છે અને એ ભારતીય જ્ઞાનપીઠ તરફ થી પ્રકાશિત થઇ રહ્યું છે. એમના કેટલાક પુસ્તકોનો અનુવાદ હિંદી , મરાઠી અને તામિલમાં પણ થયો છે. કૃષ્ણ, ગાંધીજી, સરદાર, બુદ્ધ,, મહાવીર તથા શ્રી અરવિંદ વિષે એમને સારું એવું ચિંતનાત્મક સાહિત્ય લખ્યું છે. ગુણવંત શાહના વિષયોના વૈવિધ્ય, આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. અને ગુજરાતની પ્રજાને દિવ્યભાસ્કર દ્વારા 'વિચારોના વૃન્દાવનમાં ' એમની સાથે વિહરવાનું ગમે છે. ગુજરાતી ભાષાને ‘શું શાં પૈસા ચાર’ કહી તેનો જે લોકો ઉપાલંભ કરે છે, તેમને હળવી ટપલી મારીને ગુણવંત શાહે ગુજરાતી ભાષાની તાકાતનો અંદાજ આપવા પ્રયાસ કર્યો છે.
ఏ పుస్తకాలూ అందుబాటులో లేవు
దీనితో లాగిన్ అవ్వండి..
By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"
ధృవీకరణ
యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి
యాప్ ను డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ను పొందండి.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser